ડાંગ
આહવાના બોરીગાવઠા ગામનાં આંતરીક માર્ગ પર રેતી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો

આહવા તાલુકાનાં બોરીગાવઠા ગામનાં આંતરીક માર્ગ પર રેતીનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાંસદા તરફથી રેતીનો જથ્થો ભરી ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બોરીગાવઠા (ચીખલી) ગામે જઈ રહેલ ટ્રક જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બોરીગાવઠા ફાટક પાસેનાં આંતરિક માર્ગનાં વળાંકમાં આવેલ ચુનાના પાતળ પાસે ચાલકે અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ટ્રક નદીનાં પટમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક સહિત રેતીનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લિનરને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ શામગહાન બાદ આહવા સિવિલ હોસ્પિટલમાં સારવારનાં અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



