ડાંગરમતગમતવડોદરા

ખો-ખો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ વડોદરા એરપોર્ટે ભવ્ય સ્વાગત

દિલ્હીમાં યોજાયેલા ખો-ખો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર ડાંગની દીકરી ઓપીના ભિલારનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજ્ય સરકારના રમતગમત વિભાગના અધિકારીઓ અને ખેલાડીઓએ ફૂલહાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું.

આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના કુલ પાંચ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વડોદરાના વિનય પ્રધાન, અમદાવાદના નિકિતા સોની અને ઓપીના ભિલાર, તેમજ તાપીના વિજય વેગડ અને પ્રિયા કુમારી ચૌધરીએ રાષ્ટ્રીય કેમ્પમાં તાલીમ મેળવી હતી.

ડાંગના આદિવાસી વિસ્તારમાંથી આવતી ઓપીના ભિલારની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની આ જીત માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. વડોદરા એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button