ગુનોડાંગ

ડાંગમાં મનરેગામાં યોગ્ય કામ ન કરતા કર્મી સામે કાર્યવાહી કરવા યુવક કોંગ્રેસના પ્રમુખે વિકાસ કમિશ્નર અને કલેકટરને લેખિતમાં રજૂઆત કરી

ડાંગ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત યોગ્ય રીતે કામ કરતા ન હોય તેવા કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખે વિકાસ કમિશ્નર અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા લેખિત રજૂઆતમાં જણાવાયું કે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં મનરેગા યોજનામાં વર્ષ-2021થી વિવિધ પ્રકારના બાંધકામને લગતા આંગણવાડીના મકાનો, આંગણવાડીના શૌચાલયો,શાળાઓના કંમ્પાઉન્ડ દિવાલો તેમજ પંચાયતના મકાનો બાંધવાના કામો અમલમાં મુકાયા છે.

આ કામોની વહીવટી મંજુરી પણ જેતે વખતે અપાઇ છે જે અન્વયે વહીવટી મંજૂરી મળ્યાના 1 વર્ષમાં આ તમામ કામો પૂર્ણ કરવાના થાય છે પરંતુ મનરેગા યોજના હેઠળ કામ કરતા ટેકનિકલ ,ગ્રામ સેવક, તાલુકાના વર્કસ મેનેજર અને અન્ય કર્મચારીઓની બેદરકારીને લીધે આ કામો હજુ સુધી પુર્ણ થયા નથી. ગ્રામ સેવકો કે ટેકનિકલો ગ્રામ પંચાયત પર હાજર રહેતા નથી, તાલુકાના વર્કસ મેનેજર તથા એ.પી.ઓને આ કામો કયારે પૂર્ણ કરાશે તેવું પૂછતા હાલ કામ ચાલુ છે તેમ તેમના દ્વારા જવાબ આપે છે. આ મનરેગા યોજનામાં બનાવાના થતા સામાન્ય માણસના જાહેર વિકાસના કામો પૂર્ણ કરવામાં આ કર્મચારીઓને કોઇ રસ નથી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા લેખિત અને મૌખિક સૂચના પણ કરવા છતાં આ યોજના સાથે સંકળાયેલ ટેકનિકલ અને તાલુકાના વર્કસ મેનેજરની કામ ન કરવાની આવડત અને બેદરકારીના કારણે 4 વર્ષ વિતી જવા છતા આ વિકાસના કામો પૂર્ણ થયા નથી. ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારે જિલ્લાના વડા અધિકારીઓ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં આ કામો હજુ સુધી પૂર્ણ થયા નથી. જેથી આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ફરજ બજાવતા ટેકનિકલ અને વર્કસ મેનેજર દ્વારા તેઓએ કરવાની થતી કામગીરી ન કરી બેદરકારી આચરી, નબળી કામગીરી કરાઇ રહી છે.

Related Articles

Back to top button