માંડવી

માંડવીના ગામતળાવ ખુર્દ ગ્રામ પંચાયતમાં પંચાયત ભવન ૭ થી ૮ વર્ષથી જર્જરિત હોય સેવાઓ ન મળતી હોવાના કારણે પંચાયત સભ્યનું તાલુકા પંચાયત કચેરીની સામે ઘરણાં- પ્રતિક ઉપવાસની ચીમકી

ગામતળાવ ખુર્દ ગામ પંચાયત ૭ થી ૮ વર્ષથી જર્જરિત મકાન બંધ હાલતમાં છે પંચાયત ઘર નવું બનાવવામાં આવ્યું નથી જેના પગલે ડિજિટલ સેવા પણ બંધ હાલતમાં છે. જેના કારણોસર ઉમરખડી પંચાયત સભ્યનું તાલુકા પંચાયત કચેરી ની સામે ઘરણાં- પ્રતિક ઉપવાસ કરવા માટે મામલતદારને લેખીતમાં રજુઆત કરવામાં આવી છે. પંચાયત સભ્ય હિતેશ ચૌધરીના જણાવ્યા અનુસાર જ્યારથી પંચાયત સભ્ય બનીને આવ્યા ત્યારથી ગામલોકોને ગામમાં જ ડિજિટલ સેવા મળી રહે અને સરકારી યોજનાનો લાભ લોકો લઈ શકે તે માટે જર્જરિત મકાન ને તોડીને નવું પંચાયત મકાનની માંગ લેખીતમાં કરી ચૂક્યા છે. પરતું આજદિન સુધી તંત્ર કોઈ યોગ્ય પગલાં લીધા નથી. વર્ષ ૨૦૨૨માં ટીડીઓને લેખીતમાં રજુઆત કરી હતી તેમજ સ્વાગત કાર્યકમમાં રજુઆત કરી ચૂક્યા છે અનેક વર્ષે એકને એક ગ્રામસભામાં રજુઆત કરી ચૂક્યા છે કેટલાક ગામોના ચાલુ વર્ષે પંચાયત મકાન મંજૂર થયા છે અને ખાતમુહર્ત પણ કરી દેવામાં આવ્યું છે જેથી પોતાના ગામમાં શા માટે પંચાયત ઘરની મંજૂરી મળતી નથી જેનો સવાલ ઉદભવી રહ્યો છે જેથી આખરે ધરણાં પ્રતિક ઉપવાસ કરવા માટે માગ કરી છે.

Related Articles

Back to top button