ઉમરપાડા

સુરત જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરપાડાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલ ખાતે કરવામાં આવશે

સુરત જિલ્લામાં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની સફળ આયોજન માટે આજે રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિહર્સલ દરમિયાન રાષ્ટ્રગાન, ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ વિભાગોના કર્મચારીઓએ રિહર્સલમાં સક્રિય ભાગ લીધો હતો. આ રિહર્સલ દ્વારા મુખ્ય કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સુંદર અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે.

Related Articles

Back to top button