બારડોલી

બારડોલી સુગર પાસે એક તરફ ઝૂકેલી ટ્રક જોખમી રીતે દોડતા રાહદારીઓ યોગ્ય કાર્યવાહી થવાની માંગ કરી

બારડોલી વિસ્તારમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બારડોલી સુગર ફેક્ટરી નજીક શેરડીથી અતિભારિત એક ટ્રક જોખમી રીતે એક તરફ ઝૂકીને ચાલતી જોવા મળી હતી. મુખ્ય માર્ગ પર ચાલક દ્વારા આ ટ્રકને બિનજવાબદાર રીતે હંકારવામાં આવી રહી હતી, જે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું કરી રહી હતી.

વીડિયો વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનું મિશ્રણ જોવા મળ્યું છે. કેટલાક લોકોએ હળવાશથી લઈને આ ઘટનાને ‘પુષ્પા’ ફિલ્મની સ્ટાઈલ સાથે સરખાવી છે, જ્યારે અન્ય નાગરિકોએ આ બાબતને ગંભીરતાથી લેતાં ચાલક સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

વાહનની આવી બેદરકારીભરી હાલત ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે, આવા ઓવરલોડેડ વાહનો માર્ગ પર અન્ય વાહનચાલકો માટે જોખમરૂપ છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આ ઘટના પરિવહન વિભાગ અને પોલીસ તંત્ર માટે એક ચેતવણીરૂપ છે કે વાહનોના ઓવરલોડિંગ પર કડક નિયંત્રણની આવશ્યકતા છે.

Related Articles

Back to top button