તાપી

તાપી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

જાણો કયા જિલ્લામાં કયા મંત્રી કરશે ધ્વજ વંદન

રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરોના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

કેબિનેટ મંત્રીઓ

1. કનુભાઈ દેસાઈ – વલસાડ (વાપી)

2. ઋષિકેશ પટેલ – બનાસકાંઠા (અંબાજી)

3. રાઘવજીભાઈ પટેલ – રાજકોટ (કોટડા સાંગાણી)

4. બળવંતસિંહ રાજપૂત – મહેસાણા (પાંચોટ)

5. કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ (બરવાડા)

6. મુળુભાઈ બેરા – જામનગર (શહેર)

7. ડૉ. કુબેરભાઈ ડીંડોર – ભાવનગર (શિહોર)

8. ભાનુબેન બાબરિયા – અમદાવાદ (ધંધુકા)

રાજ્યકક્ષાના મંત્રીઓ

9. હર્ષ સંઘવી – ગાંધીનગર (શહેર)

10.જગદીશ વિશ્વકર્મા – ખેડા (કપડવંજ)

11.પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ (ઉના)

12.બચુભાઈ ખાબડ – દાહોદ (સિંઘવડ)

13.મુકેશભાઈ પટેલ – નવસારી (જલાલપોર)

14.પ્રફુલ પાનશેરીયા – સુરત (ઉમરપાડા)

15.ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર (જેતપુર પાવી)

16. કુંવરજીભાઈ હળપતિ – ભરૂચ (શહેર)

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરોના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Related Articles

Back to top button