નવસારી

‘ઉનાઈમાં આઉટ પોસ્ટનું નવું મકાન ક્યારે?’ ઉનાઈ આસપાસના વિસ્તારમાં જન માંગણીએ જોર પકડ્યું

વાંસદામાં તો પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં Dy.SP કક્ષાનું થવા જઈ રહ્યું છે

દક્ષિણ ગુજરાતનું પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામમાં પોલીસ આઉટપોસ્ટ વર્ષોથી જર્જરિત ધર્મશાળામાં બાદમાં પોલીસ ક્વાર્ટરમાં કાર્યરત કરાઇ છે. હાલમાં ઉનાઇ પોલીસ આઉટ પોસ્ટને પીએસઆઈ લેવલનું કરી ત્યાં પીએસઆઈની નિમણૂક પણ કરાઇ છતાં નવી આઉટપોસ્ટ નિર્માણ કરવામાં તંત્ર ઓરમાયું વર્તન કેમ કરી રહી છે એ સવાલ પ્રજાજનોમાં ઉઠી રહ્યો છે.

ઉનાઈ પંથકના 22 ગામો તેમજ દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામની ઉનાઈ મંદિરની સુરક્ષા કરવા ઉનાઈ આઉટપોસ્ટના પોલીસ કર્મીઓ રાત દિવસ ખડેપગે રહેતા હોય છે પરંતુ પોતાની ફરજ નિભાવતા પોલીસકર્મીઓ માટે અદ્યતન આઉટપોસ્ટ તેમજ રહેવા પાયાની સુવિધા ધરાવતા આવાસોનું નિર્માણ કરવા તંત્ર વામળું પુરવાર થઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. વર્ષોથી ઉનાઇ આઉટપોસ્ટ ઉનાઈ મંદિરની જર્જરિત ધર્મશાળામાં કાર્યરત હતી. ચોમાસા દરમિયાન ધર્મશાળાના મકાનમાં વરસાદી પાણી ટપકતું હોય તેમજ સિલિંગના પોપડા ખરવાને કારણે જેતે સમયના જમાદાર દ્વારા આઉટપોસ્ટ નાછૂટકે ઉનાઈ મંદિરના ગેટ પાસે આવેલી પોલીસ કવાર્ટરમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જગ્યાની ફાળવણી થશે બાદમાં ઓપી બનાવવા આગળની પ્રોસેસ કરાશે વાંસદા પોલીસ સ્ટેશનને ભવિષ્યમાં ડીવાયએસપી લેવલનું થવાનું છે. વાંસદામાં ડીવાયએસપી ઓફિસ આવું જશે એ માટે પણ અમે માંગણી કરવાના છે.

ઉનાઈ પોલીસ આઉટ પોસ્ટ બનાવવા ઉનાઈ અને ખંભાલિયા ગ્રામ પંચાયત પાસે જગ્યાની માંગણી કરી છે જે હાલમાં પ્રોસેસમાં છે. જગ્યાની ફાળવણી થશે, બાદમાં આઉટ પોસ્ટ બનાવવા આગળની પ્રોસેસ કરાશે. –બી.વી.ગોહિલ. ડીવાયએસપી, ચીખલી

Related Articles

Back to top button