માંડવી

શ્રી પ્રફુલ્લતા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી.વી.એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી ખાતે 76 માં પ્રજાસતાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શ્રી પ્રફુલ્લતા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી.વી.એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી જી.સુરતમાં 26 જાન્યુઆરી નો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના સિનિયર શિક્ષક ડોક્ટર મધુરભાઈ બગડા સાહેબના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર શાળા પરિવાર તથા તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વાલીગણ તથા મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું કે 76 માં ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા છે. 75 વર્ષ પૂર્ણ થયા અને આ 76 વર્ષ ચાલે છે છતાં પણ આપણી પાસે કાયદાનું જ્ઞાન કેટલું છે? આવનાર સમયમાં યુવાનોને કાયદાનું જ્ઞાન જરૂરી છે, આ વાત પર એમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે એકતા અખંડિતતા અને માનવતાના મૂલ્યોને મજબૂત કરવાની વાત પોતાના વિચારોમાં રજૂ કરી વિશ્વમંચ પર ભારતનું નામ રોશન થાય તેવા બાળકો એ પ્રયત્ન કરવા જોઈએ આ બાબત રજૂ કરી હતી. શાળાની બાળાઓએ દેશભક્તિ ગીતથી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.

Related Articles

Back to top button