ભરૂચ

ભરૂચના શુકલતીર્થ-તવરા રોડ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રક પલટી, નશામાં જમીનમાં વસ્તુ શોધતો જોવા મળ્યો ડ્રાઈવર

ભરૂચના શુક્લતીર્થ તવરા રોડ પરથી એક ડ્રાઇરવ રેતી ભરેલી ટ્રક લઇને પસાર થઇ રહ્યો હતો. દરમિયાનમાં તેણે અચાનક કોઇ કારણસર સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં તેની ટ્રક સર્પાકાર દોડ્યાં બાદ અચાનક પલટી ગઇ હતી. સામેથી એક રીક્ષા અને બાઇક સવાર પસાર થયાં બાદ અને સામેથી આવતી એક કાર નજીક પહોંચે તે પહેલાં બનેલી ઘટનાને કારણે કોઇ ને જાનહાની થઇ ન હતી.

આ ઘટના પાછળ ચાલતી એક કારમાં સવાર શખ્સે પોતાના કેદ કર્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જોકે, બાદમાં ટ્રક ડ્રાઇવરને બહાર હેમખેમ બહાર કાઢતાં તે રાજાપાટમાં હોવાનું માલુમ પડ્યું હતું. ડ્રાઇવર રોડની સાઇડમાં રેતીમાં નશાની હાલતમાં કાંઇ શોધતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે, ઘટનામાં કોઇ પણ ફરિયાદ નોંધાઇ નથી.

Related Articles

Back to top button