ભરૂચ

ભરૂચ ભૂસ્તર વિભાગે 2 કરોડના 7 વાહનો સીઝ કર્યાં

ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ત્રણ સ્થળેથી ગેરકાયદે રીતે ખનીજનું વહન કરતાં કુલ 2 કરોડની મત્તાના 7 વાહનો સીઝ કરવામાં આવ્યાં હતાં. જેતે વાહન માલિકને નિયમાનુસાર દંડ કરવાની કવાયત ટીમે હાથ ધરી છે. ભરૂચ ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ટીમે શુક્લતીર્થ ગામના રોડ પર ચેકિંગ કરતાં સાદીરેતીનું બિનઅધિકૃત વહન કરતી બે ટ્રક જપ્ત કરી શુક્લતીર્થ આઉટ પોસ્ટ ખાતે રાખવામાં આવી હતી. જ્યારે દહેજ બાયપાસ રોડ પરથી બ્લેક ટ્રેપ ભરી જતી 2 અને સાદી રેતીનું વહન કરતી 1 એમ ત્રણ ડમ્બરોને સીઝ કરી કલેક્ટર કચેરી પાસે રાખવામાં આવતાં હતાં. તેમજ વાગરા ચોકડી પાસેથી પણ ક્વોરીસ્પોલનું બિનઅધિકૃત રીતે વહન કરતાં 2 ડમ્બરો સીઝ કરવામાં આવ્યાં હતાં. ટીમે ત્રણ સ્થળેથી કુલ 2 કરોડની મત્તાના 7 વાહનો સીલ કરી તેમના માલિકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button