નશેબાજ યુવાન સાથે છોટાઉદેપુર જતી યુવતી બાઇક પરથી કૂદી પડી

છોટાઉદેપુર જિલ્લાના એક ગામની યુવતી વડોદરા શહેરમાં રૂમ ભાડે રાખી રહે છે અને ત્યાંજ એક કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા તેના પિતાએ ફોન આવ્યો અને જણાવ્યુ કે તારી સગાઈ નક્કી કરવાની છે. આવતી કાલે છોકરાવાળા આવવાનાં છે એટલે રજા લઈ ઘરે આવની વાત કરતા પિતાની વાત માની યુવતી ઘરે જવા નીકળી.
આ યુવતી વડોદરામાં જ્યાં રહેતી હતી ત્યાં પાડોશી ના ઘરે આવતા જતા એક યુવાનને એ ઓળખતી હોય એણે ક્યાં જાય છે પૂછ્યું તો યુવાને કહ્યુ કે હુ છોટાઉદેપુર જવાનો છું તો તને તારા ઘરે ઉતારી દઇશ તેમ જણાવતા આ યુવતી તેના પર ભરોસો કરી બાઇક પર બેસી ગઈ હતી. જેમ જેમ બાઇક આગળ ગઈ તેમ યુવતીને લાગ્યું કે કઈ બીજા જ ગામ આ યુવાન લઇ જઈ રહ્યો છે. ત્યારે યુવતીને આ યુવાન પર શંકા ગઈ ત્યાં સુધી નર્મદા જિલ્લાનાં એક ગામના નદી કિનારે લઇ ગયો હતો. પોતાને ભૂખ લાગી છે તેમ યુવતી એ જણાવતા એ ગામમાં સબંધી તરીકે રહેતા ભાણિયાને ઘરે લઈ જતા એ બોલ્યાં ત્યારે તેના મોંમાંથી દારૂની વાસ આવતી હતી ત્યારે યુવતીને ખબર પડી કે જેની સાથે હું બેસી જતી હતી તે નશો કરેલી હાલત માં છે એટલે જે ગામમાંથી પસાર થતા તે ગામના ભાગોળે લોકો ભેગા હતા ત્યાં બાઇક પરથી કૂદી પડી હતી. અજાણ્યા ગામમાં જોઈ ગભરાઈ ગયેલી આ યુવતી જયારે રડવા લાગી ત્યારે સ્થાનિક લોકોએ મદદ કરી અભયમને જાણ કરી હતી.




