નર્મદા
સાગબારાના ચોપડવાવ ગામ પાસે બાઇક સ્લીપ થતાં યુવકનું મોત

સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના પુલ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભાદોડ ગામના કિશનભાઈ જયસિંગભાઈની ફરિયાદ મુજબ, વીકીભાઈ માનસિંગભાઈ કાથડીયાએ પોતાની મોટરસાયકલ પૂરઝડપે હંકારી હતી. સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતમાં ચાલક સહિત ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી, જેમાં ફરિયાદીના પુત્ર આશિષભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સાગબારા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




