માંડવીના પેટરકુઈ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડાના બાંધકામમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વપરાયા હોવાના ગામ લોકો દ્વારા આક્ષેપ
ભવિષ્યમાં અભ્યારથે આવનાર નાના ભૂલકાઓનું જીવન જોખમાય તેવો લોકોનો દાવો

માંડવી તાલુકાના પેટરફુઈ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હોય. ત્યારે કર્મચારીગણ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ખુશીની લહેર જ જણાય છે.
પણ હકીકત કંઇક ઔર જ છે. પેટરકુઈ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા શાળાના ઓરડા બાબતે લોકો ઘણા ચિંતાતુર બન્યા છે. જુઓ.. પ્રજા.. જુઓ… જાણો.. અને સમજો.. લુટો… લુટો… લુટો.. દીવા તળે જ અંધારું.. લૂંટાઈ ત્યાં સુધી લુટો વિશાળ છે, દરિયો… જેટલી માછલીઓ પકડાય એટલી પકડો… કોણ છે. જોનાર….જુઓ તો ખરા..? વિચારો પ્રજા.. જાહેર હિત જોખમાય તેવું આ કોન્ટ્રાક્ટ બાંધકામ કરાવી રહ્યા છે.

હાલમાં લાલ ઇટના ભાવો આસમાને છે. ત્યારે સફેદ ઈંટના ભાવો નીચા હોવાને લઈ સફેદ ઈંટ વાપરી બાંધકામ કરવામાં આવે છે. ભવિષ્યમાં નાના ભૂલકાઓના કે મોટાઓના જીવન જોખમાય તેવું દેખાઈ રહ્યું છે. વધુ સમય ટકી શકે તેમ ન હોવાનું લોક વાહીકા ચાલે છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર લાલ ઇંટની જગ્યાએ સફેદ ઈંટ વાપરી કામ કરતા હોય. ત્યારે સર્વ શિક્ષા અભિયાન બાંધકામ વિજિલન્સ વિભાગ તરફથી કે સર્વ શિક્ષા અભિયાન નિયામક તરફથી શાળાના ઓરડાનું બાંધકામ તે જ જગ્યાએ તેજ સ્થાને ફરીથી લાલ ઇંટથી શાળાના ઓરડાનું બાંધકામ કરાવવામાં આવે. જો તેમ કરવામાં ના આવે તો પેસા કાયદા મુજબ પેસા ગામ સભાને મળેલ અધિકાર રુએ પેસા મેનેજમેન્ટ કમિટી તેમને મળેલ અધિકાર રુએ આ ઓરડાનું બાંધકામ માટે આયોજન કરેલ ના હોય. ત્યારે આવા કામોના આયોજન કરવા માટે પેસા મેનેજમેન્ટ કમિટીએ આયોજન અહેવાલ તૈયાર કરી પેસા ગામ સભામાં અમલીકરણ અર્થે જે અહેવાલ મૂકવાના હોય ત્યારબાદ પેસા ગામ સભાએ સદર કામગીરી મંજૂર શિક્ષણ વિભાગના અધિકારીની રૂબરૂમાં ઠરાવ કરી વડી કચેરીઓને લાગતા વળગતાઓને ઠરાવ મોકલવાના હોય અને તે પેસા ગામ સભામાં શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીને આમંત્રિત કરી તેમના રૂબરૂમાં પેસા ગામ સભામાં ઠરાવ કરવાના હોય છે. તેમજ શાળાના બાંધકામ બાબતે બાંધકામના સ્થળની જગ્યા એન.એ. થયેલ છે. કે કેમ ?. એ પણ તપાસ નો વિષય બનવા પામ્યો છે. ત્યારે ભવિષ્યમાં સફેદ ઇટના કારણે મકાનનું આયુષ્ય પણ રૂંઘાઈ છે. ત્યાં અભ્યાસરથે આવનાર નાના ભૂલકાંઓના જીવન ભવિષ્યમાં જોખમાઈ નહીં તેવું ભવિષ્યનું લાંબુ વિચારી સર્વ શિક્ષા અભિયાન નિયામકશ્રી તાકીદે લાલ થી બાંધકામ કામગીરી કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.




