નવસારીમાં યુવાને મહિલા પોલીસ મથકમાં મહિલા એડવોકેટ સાથે અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ કર્યો

નવસારીમાં મહિલા પોલીસ મથકે મહિલા એડવોકેટ તેમના અસીલ સાથે આવ્યા હોય અને ત્યારે સામાવાળા મહિલાની સાથે આવેલ યુવાને અભદ્ર ટિપ્પણી કરી લેપટોપમાં રેકોર્ડિંગ કર્યાના આક્ષેપ સાથે ટાઉન પીઆઇને અરજી કરી હતી. નવસારીના મહિલા એડવોકેટ ફાલ્ગુનીબેન કોઠારીએ ટાઉન પીઆઈને આપેલી અરજીમાં જણાવ્યું કે તેઓના અસીલના કેસ બાબતે મહિલા પોલીસમાં આવ્યા હતા, ત્યારે સામાવાળા મહિલાની સાથે એક યુવાન પણ આવીને નિવેદન લખાવતા હતા. દરમિયાન અભદ્ર ટિપ્પણી કરી અને લેપટોપમાં રેકોર્ડિંગ કર્યાના આક્ષેપ સાથે અરજી આપી હતી.
આ બાબતે મહિલા પોલીસ મથકના સીસીટીવી રેકોર્ડિંગ પણ સામેલ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. ફાલ્ગુની કોઠારીએ જણાવ્યું કે, તેઓ ફરિયાદી તરફથી તેમના વકીલ તરીકે આવ્યા હતા પણ સામેવાળાના પક્ષે આવેલા યુવાને તેમની સાથે અભદ્ર ટીપ્પણી કરી તેના પુરાવા મહિલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવીના ફૂટેજ લઇ તેમના ઉપર આક્ષેપ કરનાર યુવાન અને મહિલા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ટાઉન પીઆઇને જણાવ્યું હતું.




