ડાંગ
વઘઇના બારખાંધ્યા ગામની આંગણવાડી જર્જરિત બનતાં બાળકો અન્ય લોકોના ઘરનાં ઓટલા બેસવા મજબુર બન્યા

વઘઇના બારખાંધ્યા ગામની આંગણવાડી જર્જરિત બનતાં બાળકો અન્ય લોકોના ઘરનાં ઓટલા બેસવા મજબુર બન્યા છે. ડાંગ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિભાગ દ્વારા સંચાલિત બારખાંધ્યા ગામનું આગણવાડીના મકાનને વીસ વર્ષથી વધુ સમય થયો હોવાથી મકાન ખુબ જર્જરિત બની ગયું છે. જેથી અવાર-નવાર છત અને દિવાલના પોપડા તુટી પડતાં આગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોને ખાનગી મકાનના ઓટલા પર બેસાડવામાં આવે છે, જેના કારણે બાળકોનાં શિક્ષણ માઠી અસર પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી જરૂરી તપાસ કરી બાળકોનાં હિતમાં જરૂરી કાર્યવાહી કરે તેવી ગામલોકોની માંગ છે.




