તાપી

વ્યારામાં કાનપુરાના શાકભાજી માર્કેટ ભરચક વિસ્તાર હોય પરબ જરૂરી મરામતના અભાવે બંધ

વ્યારા નગર ખાતે મુખ્ય માર્ગ આવેલ કાનપુરા વિસ્તાર માં નગરપાલિકા દ્વારા લોકભાગીદારી થી પાણી પરબ બનાવી હતી .પરંતુ હાલ પરબ માત્ર શોભા વધારી રહેતા બિન ઉપયોગી બની છે .પરબ માં પાણી નથી આવતું તેમજ કુલર પણ બંધ હાલત માં પડી રહેતા પરબ પર પાણી પીવા આવતા લોકો માં રોષ વ્યાપી રહ્યો છે. સ્થાનિક શાકભાજી વેચતા ફેરિયા, વેપારીઓ અને અવર જવર કરતા ગ્રાહકો માટે પાણી અને કુલર ની સુવિધા ચાલુ કરાવે એ જરૂરી છે.

વ્યારા નગરના કાનપુરા શાકભાજી માર્કેટ પાસે લોક ભાગીદારી થી પાણી ની પરબ બનાવી હતી. જેમાં કુલર પણ મુકવામાં આવ્યું હતું .પરંતુ વ્યારા નગરપાલિકા ની જાળવણી ના અભાવે પાણી પરબ દુવિધા ઉભી કરી રહી છે. કાનપુરા શાકભાજી માર્કેટ હોય 100 થી વધુ શાકભાજી વેચતા વેપારીઓ ગ્રાહકો અને સ્થાનિક દુકાનદારો અને મુખ્યમાર્ગ ના રાહદારી ઓ ઠંડા પાણી પીવા માટે લોકો પરબ પર જાય પરંતુ પાણી ન આવતા વીલા મોઢે પરત ફરે છે. સાથે ના છૂટકે પેસા ખર્ચી પાણી લઇ તરસ છીપાવી પડે છે . વ્યારા નગર પાલિકા દ્વારા ભલે વિકાસ ના બણગા ફૂંકે છે પરંતુ નાની સમસ્યા ઉકલેવામાં રસ ન ધરાવતા લોકો એ મુશ્કેલી ભોગવી પડે છે, હાલ પાણી પરબ પણ સાફ સફાઈ ના અભાવે જર્જરિત બની જતા પરબ ના મકાન પર ઘાસ ઉગી નીકળીયુ છે, જે સ્વચ્છ વ્યારા ના સૂત્ર ને લાંછન લગાવી રહ્યું છે . વ્યારા પાલિકા દ્વારા તાકીદે પરબ ની સાફ સફાઈ કરાવી કુલર અને પીવાનું પાણી ચાલુ કરાવે એ માંગ શાકભાજી માર્કેટના વેપારીઓ, ગ્રાહકો અને સ્થાનિકોની ઊભી થઈની ઉઠી છે.

Related Articles

Back to top button