કુકરમુંડાના મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અમોદા તર્ફે તળોદાના ગ્રામજનોની દારૂના અડ્ડા બંધ કરાવા રજૂઆત

કુકરમુંડામાં આવેલ મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે સરપંચ ભારતીબેન ઉપેન્દ્રભાઈ નાઈકના અધ્યક્ષ સ્થાને ગત 30 મી, જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમપેઈનની ગાઈડ લાઈન અનુસાર ગ્રામસભા યોજાઈ હતી. જેમાં મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ આમોદા તર્ફે તળોદા ગામમાં ચાલતા દારૂના અડ્ડા તથા દારૂનું વેચાણ બંધ કરવા અંગે ગામજનો દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આમોદા તર્ફે તળોદા ગામના લોકોએ આવેદનમાં જણાવ્યા મુજબ ગામમાં દારૂ વેચાણનું પ્રમાણ વધી ગયેલ હોય અને ગામમાં ઘણા લોકો દારૂના નશાના આદિ થયેલ છે. તેમજ ગામમાં દારૂથી ઘણા લોકો મરણ પણ પામે છે. ત્યારે નાની ઉમરમાં વિધવાની સંખ્યા વધતી જાય છે. ગામમાં દારૂના નશામાં લોકોના ઝગડાઓ ઉત્પન થાય છે. તેમજ દારૂના કારણે ગામમાં વાતવરણ બગડતું જઈ રહ્યું છે. જેથી આમોદા તર્ફે તળોદા ગામના રહેવાસીઓ દ્વારા ગામમાં દારૂનું વેચાણ બંધ કરવા અંગે ગ્રામસભામાં ઠરાવ પાસ કરીને ગામમાં કાયમી ધોરણે દારૂનું વેચાણ બંધ કરવા અંગે આવેદન પત્ર આપવમાં આવ્યું છે. ગ્રુપ ગ્રામ પંચાયત મટાવલ ખાતે ગત રોજ યોજાયેલ ગ્રામસભામાં આમોદા તર્ફે તળોદા ગામના ગામજનો દ્વારા ગામમાં ચાલતા દારૂના અડ્ડા તથા દારૂનું વેચાણ બંધ કરવા અંગે આપેલ આવેદન પત્ર બાબતે. તલાટીક્રમ મંત્રીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને આમોદા તર્ફે તળોદા ગામના ગામજનો દ્વારા કરેલ રજૂઆત અંગે આજની જ ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.




