નર્મદા જિલ્લા તકેદારી આદિજાતિ વિકાસ સમિતિની ત્રિ-માસિક બેઠકમાં આદિવાસીઓ પર અત્યાચારો રોકવા પગલાં ભરવા તાકીદ કરવામાં આવ્યું

નર્મદા જિલ્લા તકેદારી આદિજાતિ વિકાસ સમિતિની ત્રિ-માસિક બેઠક જિલ્લા કલેક્ટરએસ.કે. મોદીની અધ્યક્ષતામાં મળી હતી. તેમણે આદિવાસીઓ પર અત્યાચાર થવા ન જોઈએ, બાહુલ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં બહારના ધંધારોજગાર અર્થે આવતા લોકોની નોંધણી થાય, જો કોઈ બનાવ બને તો તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી. દર ત્રણ મહિને જિલ્લા તકેદારી સમિતિ (આદિજાતિ વિકાસ) અનેઅનુસૂચિત જાતિ પેટા યોજના અંગેની અમલીકરણ સમિતિની ત્રિ-માસિક સમીક્ષા બેઠક યોજાય છે. રાજપીપળા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખએ ઉપસ્થિત રહીને મહિલાઓ પર થતા અત્યાચારોને ગંભીરતાપૂર્વક લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી. કલેક્ટર એસ. કે. મોદીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈપણ આદિવાસીઓ પર અત્યાચાર થવા ન જોઈએ. આ જિલ્લો બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે.




