ધારાસભ્ય મોહન ઢોડિયા: ‘જે લાભાર્થીનું આવાસ જર્જરિત હોય અથવા આવાસ નથી તેમને નવા આવાસ ફાળવી આપો’

બારડોલી તાલુકામાં હાલ ચાલી રહેલા આવાસના સરવે અંતર્ગત સુરાલી ગામે એક મિટિંગનું યોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ તલાટી કમ મંત્રી અને સરપંચનો સૂચના આપી હતી કે કોઈપણ લાભાર્થી આવસ વગર રહી ન જાય તે અંગેની તકેદારી રાખવી.
બારડોલી તાલુકાના સુરાલી ગામે 30મી જાન્યુઆરીના રોજ APMC માર્કેટ સુરાલી ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાનાં અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
સુરાલી ગામના ઉપસરપંચ નરેશભાઈ મૈસુરિયાએ ધારાસભ્યનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં માણેકપોરના જીતેન્દ્રસિંહ વાંસિયા, તાલુકા વિકાસ અધિકારી, મહુવા વિધાનસભામાં બારડોલી તાલુકાનાં સમાવેશ થતા 29 ગામનાં સરપંચ તથા તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતનાં કમર્ચારી ગણ અને સુરાલી ગામનાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોડિયાએ અધિકારી તેમજ તલાટીઓને સૂચના આપી હતી કે જે લાભાર્થીનું આવાસ જર્જરિત હોય અથવા આવાસ નથી તેમને નવા આવાસ ફાળવી આપવા સૂચના આપી હતી. કોઈ પણ લાભાર્થી ઘર વિના ન રહે તેની કાળજી રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે સુરાલી ગામના સરપંચ તેમજ ઉપસરપંચ નરેશભાઈએ મોહનભાઈનું સ્વાગત કર્યુ હતું.




