માંડવી

માંડવીના અંધાત્રી ગામમાં ખેતીવાડી વીજપોલ નમી જતાં ખેડૂતોના માથે જીવનું જોખમ વધ્યું

માંડવી તાલુકાના અંધાત્રી ગામમાં ખેતીવાડી વીજપોલ નમી ગયેલી હાલતમાં છે, જેના પગલે ખેતી કરતા લોકોના માથે મોતનું જોખમ ટોળાઇ રહ્યું છે.

ઘણા સમયથી નમી પડેલા વીજપોલ બાબતે ગામના સ્થાનિક ખેડૂત દ્વારા ખેતરમાં નમી ગયેલા પોલને સરખા કરવા માટે વીજ કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી. ખેડૂતોના સંકલનના અભાવે વીજપોલ સરખા ન થતા કોઈક બેકસુર ખેડૂતનો ભોગ લેવાઈ તેવી ભીતી સેવાઈ રહી છે.

જોકે આ અંગે વીજ કંપની કચેરી ખાતે વાતચીત કરતા જણાવાયું હતું કે જો ખેડૂતો વીજપોલ સરખા કરવામાં સહયોગ કરે તો કામ પાર પડી શકે તેમ છે મોટાભાગે ખેડૂતો ખેતરોમાં વીજ પોલ પાસે પાણી વાળી મૂકે છે જેથી વધારે ખેતરો હોવાના પગલે વીજ કર્મચારીઓ કામ કરી શકતા નથી આ બાબત ખૂબ જ ગંભીર છે પરતું જો સહયોગ કરશે ખેડૂતો તો વીજપોલ સરખા થઈ શકે તેમ છે.

આ પગલે કોઈ જવાબદાર તંત્ર દ્વારા ખેડૂતોને સંકલન કરવામાં આવે તો ઊકેલ આવી શકે તેમ છે જો વીજપોલ ન સરખા કરવામાં આવે તો કોઈ ખેડૂતનો જીવ જવાનું જોખમ જણાય આવે છે.

Related Articles

Back to top button