માંડવીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તાઓ લેવા માટે લાભાર્થીની ચંપલઓ ઘસાઈ જતી હોવાના દાવા.
પેમેન્ટ નાખવાની ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં બીજાના ખાતામાં પૈસા જમા થવા એ પ્રથમ દર્શનીય અધિકારીની ભૂલ હોવાના લોકોના પુરાવા.

પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ મધ્યમ વર્ગના પરિવારને પોતાનું ઘર અને ઘરનું ઘર મળે તેવી યોજના….. આ યોજના હેઠળ કેટલા લોકોના ઘરો રાજ્યના તમામ નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ લોકોને પ્રાપ્ત થયેલ આવાસ ની કામગીરી ચાલુ અવસ્થામાં છે. આ પહેલા ઇન્દિરા આવાસ, સરદાર આવાસ જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે જેના આવાસ મંજૂર થાય અને તેને વહીવટી આપવામાં આવે તે લાભાર્થીઓના આવાસનો પાયો જ્યાં સુધી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી પાયાનો ફોટો મૂકયા પછી તેના ખાતામાં હપ્તાના નાણા નાખવામાં આવતા હતા. ત્યારે તે અવસ્થામાં તે કામો પૂર્ણ જ થતા હતા.
ત્યારે હાલની સરકારે એડવાન્સમાં પ્રથમ હપ્તો આપવાની કામગીરી હાથ ધરી છે. ત્યારથી જ વિવાદિત પ્રશ્નો ઊભા થયા છે. કોઈક લાભાર્થી વર્ષો જવા છતાં પણ આવાસ પૂર્ણ કરતા નથી લાભાર્થી પ્રથમ હપ્તાના નાણા વાપરીને બેસી રહે છે. અને હપ્તાના પૈસા વપરાઈ જતા હાલમાં માલ મટેરિયલ કિંમત આવાસમાં મળતી સહાયની કિંમત કરતા બમણી કિંમતો હોવાથી લોકો આવાસ બનાવી શકતા નથી. અને આવાસ અધૂરા રહેવા પામે છે.
જ્યારે પ્રધાનમંત્રી આવાસ લાભાર્થીની જ્યારે કાચા ઘરની યાદી કરવામાં આવે છે. ત્યારે લાભાર્થીના કાચા ઘર સાથે ફોટા આધાર કાર્ડ. બેંક પાસબુક જેવા તમામ પુરાવા લેવામાં આવતા હોય. ત્યારબાદ આવાસ મંજૂર થયા પછી પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે આધારકાર્ડ બેંક પાસબુક અને કાચા ઘરનો ફોટો લેવામાં આવતો હોય અને આવાસના પ્રથમ હપ્તા પહેલા પણ એડવાન્સમાં પુરાવાઓ લેવામાં આવતા હોય છતાં બીજા હપ્તા અને ફાઇનલ હપ્તાના પૈસા બીજા લોકોના ખાતામાં કેવી રીતે ઓનલાઇન પદ્ધતિથી જમા થાય છે. જે તપાસનો વિષય બનવા પામ્યો છે.
પ્રથમ ભૂલ કદાચ જે તે જવાબદાર કચેરીઓ પરથી નાણાં નાખવા બાબતે કરાવાતી દરખાસ્ત ભૂલ હોય કયા તો ઓનલાઇન પેમેન્ટ કરનાર ભૂલ કરતા હોઈ શકે. તેના લીધે લાભાર્થીએ પોતે ભોગવવાનો વારો આવે છે તેની ચંપલઓ ઘસાઈ જાય છે. ગરીબ લોકો ભાડા સુધા ઉધાર ઉછીના કરી માંડવી સુધી પહોંચતા હોય અને ત્યાં પણ આવાસ વિભાગમાં અંત આવતો ના હોય આવી રીતે આખું વરસ પણ ન્યાય મળી રહેતો નથી. લાભાર્થીએ નાણાની તપાસ કરવા બેંકના ધક્કા ખાવાના હોય છે. તેમજ ટ્રાન્સફર અરજી જે તે પ્રધાનમંત્રી આવાસ વિભાગોમાં કરતા પણ તેનો ન્યાય ન મળતા અને ફરી પણ તેવાજ લાભાર્થીઓના હપ્તાના નાણા આગળ નાખેલા લાભાર્થીઓના ખાતામાં જમા થતા હોય આનો જવાબદાર કોણ. ?. જવાબદાર અધિકારી સામે સરકાર સખત કાર્યવાહી કરે તેવી પણ લોકોની માંગણી છે.
વધુમાં બીજો હપ્તો મેળવવા માટે લાભાર્થી પાસે આગળની દીવાલો ઊભી કરી તેના જીઓ ટેક કરી પ્રથમ હપ્તો મેળવવાના ખોટા પુરાવા પણ ઉભા કરાતા હોય છે. તેને લઈ બીજો હપ્તો પણ નાખી દેવાતો હોય છે. ત્યારબાદ ફાઇનલ હપ્તો લેવા માટે પ્રથમ દીવાલ ત્યારબાદ થાંભલીઓ રોપી ઉપર પતરા મૂકી ફાઇનલ હપ્તો આપવા તલાટી કમ મંત્રી ના પ્રમાણપત્ર આધારે સંપૂર્ણ ઘર પૂરું થયું હોવાનું પ્રમાણપત્ર આપીયેથી જીઓ ટેક કરનાર અધિકારી સ્થળ પર ફોટો પાડી તાલુકા પંચાયતને ભલામણ કરતા ફાઇનલ હપ્તાની કાર્યવાહી કરવામાં આવતી હોય અને ફાઇનલ હપ્તો ચૂકવી દેવામાં આવતો હોય. ત્યારે આવા ખોટા પુરાવા ઉભા કરી તલાટી કમ મંત્રી અને જિઓ ટેક કરનાર અધિકારી બે જવાબદાર ઠરતા હોય તેમની સામે પણ આવા અધૂરા આવાસ ની સર્વે કરી તે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. અને ઓનલાઇન પેમેન્ટ જે ચૂકવવામાં આવે છે તે સમયસર અને લાભાર્થીઓના ખાતાઓ મુજબ મળે તેવા સુધારા થવા લોકોની ઉગ્ર માંગ છે.



