ડોલવણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને 12 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
તાપી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી

ભ્રષ્ટાચારનો આ કિસ્સો ‘પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના’ હેઠળના જાહેર શૌચાલય અને ‘ આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકા’ યોજના અંતર્ગત પાણીના કામના કુલ 6 લાખ રૂપિયાના બિલ પાસ કરવા માટેનો છે. તાલુકા વિકાસ અધિકારી વી. એન. ડોડીયાએ આ બિલ પર સહી કરવા માટે લાંચની માગણી કરી હતી. અને આ સમયે એન્ટી કરપ્સન ઓફ બ્યુરોની ટીમે મળેલી બાતમીના આધારે છટકું ગોઠવ્યું અને ટીડીઓને લાંચ લેતા પકડી પાડ્યા હતા.
આ કાર્યવાહીથી ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં શોકમાં પડી ગઇ છે અને અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. એન્ટી કરપ્સન ઓફ બ્યુરોની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામેનો એક કડક સંદેશ છે. સરકારી યોજનાઓના બિલ મંજૂર કરવા માટે લાંચની માગણી કરનાર તાલુકા વિકાસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના દર્શાવે છે કે ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્સન ઓફ બ્યુરોની ટીમ સતત કાર્યરત છે અને કોઈપણ સરકારી અધિકારી કાયદાથી ઉપર નથી.




