ઝઘડીયાના 20 ગામોને જોડતું પડવાણીયા – પિપરીપાન રસ્તા વચ્ચેનું નાળું મોતના કૂવા સમાન બન્યું; છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
આઠ વર્ષ પહેલાં ડ્રાઈવર તણાઈ જવા છતાં તંત્રએ ગંભીરતાથી કેમ લેતું નથી?

હાલમાં નેતાઓ દ્વારા વારેઘડીયે આદીવાસીઓ માટે ચિંતિત હોવા અંગેના ભાષણોમાં સાંભળ્યું છે. અને સ્થાનિક નેતાઓ પણ સમાજની ચિંતા નહી પણ સરકારની વાહવાહી કરવા અચુક ક્ષણ ચુકતા નથી. આવાજ સંજોગોમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા – પીપરીપાન ગામનો રસ્તો, જે આશરે વીસ જેટલાં ગામોનો સંપર્ક ધરાવતો હોવા છતાં આ રસ્તા પર ચોમાસામાં ભારે વરસાદ વરસતાં રાહદારીઓને પરત ફરવું પડે તેવો ચિંતિત પ્રશ્ન છે. છતાં નેતાઓને કશું કરવું નથી, પણ ઉપરની છણાવટથી વાહવાહીનો પ્રચાર કરવો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સને -૨૦૧૭ – ૧૮ની સાલમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે પડવાણીયા – પિપરીપાન રસ્તા પરના નાળા પર ભયંકર અચાનક પુર આવી જતાં પસાર થઈ રહેલ ટ્રેકટરને એડફેડમાં લેતાં ટ્રેકટરનો ડ્રાઈવર તણાઈ ગયો હતો. અને જીવ ગુમાવ્યો હતો. અને તે સમયથી ગામ લોકોએ ઘણી વખત તંત્ર સમક્ષ અને સ્થાનિક નેતાઓને રજુઆત કરવા છતાં આટલી ગંભીર ઘટનાની સરકારને કોઈ જ પડી નથી. તે કારણે આજ સુધી કોઈ નાળાનુ કામકાજ હાથ ધરવામાં આવ્યું નથી. આ નાળા પર ઘણાં વર્ષો પહેલાં બંધાયેલ પાઈપ નાખેલ છે. તે પાઈપની કેપીસીટી પાણીનો આવતો પ્રવાહ પુરતો નિકાલ થતો નથી. અને તેના કારણે પુરાણ પણ થઈ ગયેલ છે. તે હિસાબે નાળામાં ભયંકર પુર આવતાં નાળા ઉપરથી વહે છે.તેથી ઝઘડીયા તાલુકા કક્ષાએ કામકાજ બાબતે, ખેતરે કામકાજ અર્થે આવતાં લોકો અને અન્ય રાહદારીઓના કામકાજનો સમયનો વ્યય સાથે ઘણી તકલીફો પડી રહી છે. આ તકલીફ બાબતે આજદીન સુધી કોઈ વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓએ કોઈ ધ્યાન ન આપતાં હવે ગામ લોકો પોતાના બળે પ્રદર્શન તાલુકા કક્ષાએ કરવાની તૈયારીમાં લાગી ગયાં છે. તે શું સ્વરુપ ધારણ કરે છે તે આવનાર સમયે જાણવા મળશે.





