વ્યારા તાલુકાના ડુંગરપુર ગામે વર્ષોથી પાણી પુરવઠાના બનાવેલ સંપમાં ખદબદતો ભ્રષ્ટાચાર
યોજના બનાવ્યાના વર્ષો વીતી જવા છતાં સંપમાં પાણી હજુયે પડતું નથી. લોકોની બૂમબરાડ 'સંપમાં પાણી ક્યારે પડશે?'

વ્યારા તાલુકાના ડુંગરપુર ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવી સંપમાં પાણી પાડી સંપને ચાલુ રાખવાની કામગીરી સામે ભ્રષ્ટાચારના ખદબદતા આરોપ સ્થાનિક ગામ લોકો ના મુખેથી ચર્ચાઓ વહેતી થવા પામી છે.
હકીકત એવી છે કે, તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ ડુંગરપુર ગામે થોડા વર્ષો પહેલા પાણીની ગંભીર મુશ્કેલી પડતી હોવાના કારણે પાણીનો સંપ બનાવી તેમાં પાણી નાખી તે પાણી ઘર ઘર કનેક્શન મારફત ગામની આમ જનતાને પાણી પૂરું પાડવાની યોજના બનાવવામાં આવી હતી. તેમજ હવાડાઓ બનાવી ગામના પશુઓને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના હતી. પરંતુ કોઈક કારણોસર તે સંપમાં છેલ્લા ઘણા સમયથી પાણી પડતા નથી.
જ્યારે સંપમાં પાણી પડતાં ન હોવા છતાં તે સમયના સરપંચ તેમજ હાલના જવાબદાર સરપંચ કે તેઓએ પ્રજાના હિત માટે પીવાનું પાણી પૂરું પાડવા માટે આવી યોજના થકી જાહેર જનતાને પાણી પૂરું પાડવાનું હોઈ શકે પરંતુ આ જવાબદાર સરપંચે આ સંપને લઈ આગળની કાર્યવાહી કરી સંપમાં કેમ પાણી પાડતા નથી. એ તપાસનો વિષય બનવા પામ્યા છે. તેમજ ત્યાંનું વીજ જોડાણ હાલ બંધ છે કે ચાલુ છે. એ પણ તપાસનો વિષય બનવા પામ્યા છે. અને ચાલુ હોય તો એનો વીજ પુરવઠો જેનું બિલ કયા હેડમાંથી ભરાય છે કે તે ભ્રષ્ટાચાર થાય છે! તે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે.
ડુંગરગામની ગ્રામ પંચાયત મારફતે આ બંધ સંપને લઈ તેમાંથી થોડા જ વર્ષો પહેલા નળ છે જલ યોજનામાંથી ઘર ઘર નળ કનેક્શન આપી લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના બનાવવામાં આવી હતી પરંતુ તે યોજના પણ ઠપ થઈ ગઈ છે. સરકારે યોજના તો બનાવી પરંતુ જે ઘર ઘરના નળ કનેક્શનમાં પાણી મળવું જોઈએ ત્યાં પાણી નહીં મળતું હોવાના પુરાવા સામે આવ્યા છે. ત્યારે આવા ખોટા ખર્ચા કરી ગ્રામ પંચાયત કચેરી તરફથી આ યોજના કરવાના નાતે ગેરવહીવટ કર્યો હોય તેવું લોકોના મુખે જાણવા મળ્યું છે.
ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગમાં આ ભ્રષ્ટાચારની તપાસ નામે ફરિયાદ થઇ હોય તેવું પણ જાણવા મળ્યું છે. ત્યારે સ્થાનિક લોકોને માંગ ઉઠવા પામી છે કે, તાકીદે આ યોજનાનું પાણી સંપ સુધી મળતું થાય. અને તેમાંથી ઘર ઘર નળ કનેક્શન જે જોડાણ થયેલ છે તેમાં નિયમિત પાણી મળી રહેવા પામે તેવું થવા ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. તેમજ ભ્રષ્ટાચાર સામે વહેલી તકે ગુજરાત પાણી પુરવઠા અધિક ઇજનેર તથા ભ્રષ્ટાચાર ને ડામનાર એન્ટી કરપ્શન બ્યુરો જેઓ પણ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરે તેવી સ્થાનિક ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.




