
માંડવી તાલુકાના ઝાબ ગામે આવેલ ધરતીધન સ્ટોન ક્વોરીના કસર પ્લાન્ટના બાજુમાં આવેલા માલિકોના ખેતરો હોય તે જમીનો ખેતી લાયક હોય તેમજ કસાલથી ઉટેવા તરફ જવાના રસ્તા પર ઝાબ તરફ જતી એક સિંચાઈ વિભાગની કેનાલ હોય તેની બાજુમાં આવેલી ધરતીધન સ્ટોન ક્વોરીના કસર પ્લાન્ટ પાસેની માલિકી અને સરકારી મિલકતમાં પથ્થરની ડસ્ટ ઉડીને ત્યાંથી ઉઘાડા પગે પણ જઈ શકાય નહીં તેવી તે જમીનની પરિસ્થિતિ સર્જાય છે. ધરતી ધન સ્ટોન ક્વોરીના કસર પ્લાન પાસે ભયંકર રીતે પ્રદૂષણ ઓકવામાં આવેલ હોય, તે પ્રદૂષણને રોકવા માટે ધરતીધન સ્ટોન ક્વોરી કસર પ્લાન તરફથી કોઈ પગલા ભરવામાં આવતા નથી. કસર પ્લાન્ટની મિલકત સિવાયની મિલકતોમાં પ્રદૂષણ ઉડીને ખેડૂતનું કોઈ અનાજ પાકતું નથી. તેવી પરિસ્થિતિ સર્જાય છે. તેમજ સરકારી મિલકત તરફે ચાલવાની પણ મુશ્કેલી અનુભવાય છે. તેમજ તે મિલકતમાં ઢોર ઢાખરે ચારો ચરવાની પણ મુશ્કેલી સર્જાય છે.
હકીકતમાં ધરતીદાનની સ્ટોન ક્વોરી કસર પ્લાન્ટના મેનેજમેન્ટ કર્મચારીઓ તરફથી આ પ્રદુષણ બાબતે પ્રદૂષણ થતું અટકાવવા કોઈ રૂકાવટ કરવામાં આવતી નથી. વાયુ પ્રદુષણને કારણે ખેતી પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાયો તો કેટલાક ક્ષેત્રોમાં આસપાસના રહેણાંક વિસ્તારોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. માનવ વસાહતોના સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ મુક પ્રેક્ષક બનીને મોટા ગજાના વાયુ ઓક્તા ઉદ્યોગો સામે કોઈ અસરકારક કામગીરી કરતું ન હોવાની વ્યાપ લોક બુમરાળ ઉઠવા પામી છે. ત્યારે આવા ઉદ્યોગોને લઈ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર શાંતિ, સલામતી અને કાયદો પ્રત્યે માન જળવાઈ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં હવા દૂષિત કરવું અને કોઈને નુકસાન પહોંચાડવું તેવા કૃત્યો કરવા પર મનાઇ કરવી જરૂરી છે.
હવા પ્રદુષણ નિયંત્રણના પગલાની વિગતો સમય સમયે ગુજરાત પ્રદૂષણ બોર્ડ તરફથી માહિતી મેળવવી જોઈએ અને આજુબાજુ વિસ્તારના ફોટાઓ પણ મેળવવા જોઈએ અને તેનું સર્વે પણ કરાવવું જોઈએ. ક્યારે આવા ગુના કરનાર સામે પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ 1981 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 એકટની જોગવાઈનું ઉલ્લંઘન કરવા બદલ અને જાહેર રસ્તા પરથી અવર-જવર કરનાર જાહેર જનતાને હવા પ્રદુષણ ને લઇ ઈરાદાપૂર્વક ત્રાહિત કરવા બદલ તેમની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણ ભવન ગાંધીનગર તરફથી કાયદેસરની કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી થવા વિનંતી છે. હવા પ્રદુષણ ઓકનાર આવા કારખાનાઓને બંધ કરાવવા સુધીના આદેશ થવા ત્યાંના સ્થાનિક લોકોની અને સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.




