વિશ્વસંપાદકીય

નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પત્રકાર પરિષદમાં અનુભવો વહેંચ્યા

નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે આંતરરાષ્ટ્રીય અવકાષ મથક (ISS) પર 286 દિવસ પછી પૃથ્વી પર સુરક્ષિત પરત આવ્યા બાદ પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે અંતરીક્ષયાત્રા, પૃથ્વી પર પરત આવવાની પડકારભરી અનુભૂતિ અને ભારત પ્રત્યેના પ્રેમ વિશે વાત કરી.

અંતરીક્ષથી પૃથ્વી પર પરત આવવાનો અનુભવ

સુનીતા વિલિયમ્સે કહ્યું,“અંતરીક્ષથી પૃથ્વી પર પરત આવવું એ એક ચમત્કાર જેવું છે. ગુરુત્વાકર્ષણ વગરના વાતાવરણથી પાછા ફરતા આપણું શરીર પોતાને ફરીથી ઢાળી લે છે. પહેલા દિવસે અમે બધાં લથડિયાં ખાતાં હતાં, પરંતુ માત્ર 24 કલાકમાં નર્વસ સિસ્ટમ ફરીથી સામાન્ય રીતે કામ કરવા લાગે છે.”

ભારત વિશે ઉત્સાહ અને હિમાલયની યાદો

ભારતીય મૂળની સુનીતાએ ભારત વિશે પૂછાતા પ્રશ્નોના જવાબમાં કહ્યું, “ભારત એક શાનદાર દેશ છે. હિમાલયની ઉડતી વખતે બુચે ત્યાંના સુંદર દૃશ્યો કૅમેરામાં કેદ કર્યા હતા. હું ભારત આવવાની આશા રાખું છું.” તેમના પૈતૃક ગામ ઝુલાસણ (મહેસાણા)માં પણ તેમના સન્માનમાં ઉત્સવ યોજાયો હતો.

286 દિવસની મિશન અને ટેકનિકલ પડકારો

  • બંને યાત્રીઓ જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર કૅપ્સ્યૂલથી ISS પર પહોંચ્યા હતા, પરંતુ કૅપ્સ્યૂલમાં ખામીને કારણે ત્યાં 9 મહિનો રોકાવો લાગ્યો.
  • 150થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો અને 900 કલાક સંશોધન કર્યા બાદ, તેઓ સ્પેસએક્સના ડ્રૅગન કૅપ્સ્યૂલથી 17 કલાકની મુસાફરી કરી પૃથ્વી પર પરત ફર્યા.
  • સુનીતાએ 62 કલાક 6 મિનિટની સ્પેસવૉક સાથે કોઈ પણ મહિલા ઍસ્ટ્રોનોટ દ્વારા સૌથી વધુ સ્પેસવૉકનો વિશ્વરેકોર્ડ બનાવ્યો છે.

સુનીતા વિલિયમ્સનો પરિચય

  • મૂળ: ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના પિતા દીપકભાઈ પંડ્યા (અમેરિકામાં ડૉક્ટર) અને સ્લોવેનિયન-અમેરિકન માતા ઉર્સુલિન.
  • કારકિર્દી: નાસામાં 1998થી, 3000+ ઉડ્ડયન કલાકોનો અનુભવ, નીમો 2 અંડરવૉટર મિશનમાં ભાગ.વ્યક્તિગત જીવન: પતિ માઇકલ (નેવી પાઇલટ) સાથે નિ:સંતાન દંપતી.

આ મિશને માનવશક્તિ અને વિજ્ઞાનની સિદ્ધિને ફરીથી સાબિત કરી છે. સુનીતાની ભારત આગમનની ઇચ્છા ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button