ડાંગ

ડાંગ જિલ્લાના સુબિર પોલીસ સ્ટેશનમા સમાવિષ્ટ નિશાણા ગામની 20 વર્ષિય યુવતિ ગુમ

ડાંગના પોલિસ અધિક્ષક યશપાલ જગાણીયા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાના સુબિર પોલીસ સ્ટેશનમા સમાવિષ્ટ નિશાણા ગામની 20 વર્ષિય યુવતિ ગુમ થયેલી છે. ગુમ થનાર યુવતીની ઉંમર 20 વર્ષ છે, દેખાવે ઘંઉ વર્ણ, ચહેરો લંબગોળ, ઊંચાઈ 4.5 ફુટ જેના શરીરે સફેદ કલરનો ટોપ તથા લાલ કલરની લેગીન્સ તેમજ લાલ કલરની ઓઢણી પહેરેલી છે. તેઓ ડાંગી, ગુજરાતી અને મરાઠી ભાષાના જાણકાર છે. તેમના પતિએ જણાવેલું કે પોતાના ગામ ભવરે, મહારાષ્ટ્રમા કપડાં લેવા જાવ છું. તેમ કહી જીપમાં બેસી રસ્તામાં આવતા ચીમેર ગામમાં ઉતરી જઇ ક્યાંક ચાલી ગઇ છે અને ગુમ થઇ ગઇ છે. તે બાબતે તેઓના વાલી દ્વારા સુબિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉક્ત વર્ણનવાળી યુવતિ જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં મળે તો, આહવાના પોલીસ કંટ્રોલ રૂમ નંબર : 02631-220322/220658 તથા આહવા પોલીસ સ્ટેશનના નંબર : 02631- 22033 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

Related Articles

Back to top button