માંડવી તાલુકાના આંબા ગામે આંબા ફળિયાથી વરેહ ખાડી રોડ બનાવવામાં મસ મોટું કૌભાંડ
આંબા ફળિયાથી વરહે ખાડી રોડ બનાવતા માટીકામ તથા ગટર લાઇનનું કામ એજન્સી કરવાનું ભૂલી ગઈ. આ બાબતે સુપરવિઝન કરનાર અધિકારી જવાબદાર હોવાનું અનુમાન

માંડવી તાલુકાના આંબા ગામે આંબા ફળિયાથી વરેહ ખાડી તરફ જતો રસ્તો બનાવવાના કામમાં રસ્તો બનાવતા પહેલા ગટર લાઈન, જંગલ કટીંગ તેમજ માટીકામ કરવામાં આવેલ નથી. એવું હાલના પ્રથમ દ્રશ્યોમાં આ રસ્તેથી જતાં દરેક રાહદારીઓ જોઈ શકે છે.
મળતી માહિતી મુજબ, આંબા ફળિયાથી વરેહ ખાડી તરફ જતો રસ્તો રીયર ફેન્સીગ કામ વર્ષ 2024-25માં મંજૂર થયેલ જે રસ્તાનું કામ પૂર્ણ કર્યું હોય તેવું લોકો અનુમાન કરી રહ્યા છે. ત્યારે પ્રથમ એસ્ટીમેન્ટ પ્રમાણે જંગલ કટીંગ માટીકામ અને ગટર લાઈન વગેરે કામ પ્રથમ કર્યા વગર ડામર કામ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ રસ્તાનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. પણ રસ્તાને ધ્યાનથી નિહાળતા રસ્તાની સાઈડમાં હાર્ડ મોરમનું જે પુરાણ કરવામાં આવતું હોય એ આજ સુધી કરવામાં આવ્યું નથી. તથા પ્રથમ જંગલ કટીંગ, માટીકામ તેમજ ગટર લાઈન વગેરે કામ પણ કરવામાં આવ્યા નથી. તો હવે આ રસ્તા ઉપરથી પસાર થવું એ રાહદારીઓ માટે મોતના મુખમાં જવા સમાન થઈ ગયું છે. રાહદારીઓ અને સ્થાનિક લોકો આવી એજન્સી સામે સરકાર ક્યારે લાલ આંખ કરશે? એવા અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. કોઈ પણ રાહદારી જ્યારે આ રસ્તાથી પસાર થાય તો એસ્ટીમેન્ટ મુજબ અને રસ્તા ઉપર લાગેલા લોગો મુજબના જવાબદાર એજન્સી મારફત કામ કેમ કરવામાં આવતા નથી! એવો વ્યંડળો સાથે પસાર થઈ જાય છે. જ્યારે કામ ચાલતા હોય ત્યારે માર્ગ મકાન વિભાગના એસો તરફથી રસ્તાનું અને કામકાજ બાબતે સુપરવિઝન કરવાનું હોય છે. પરંતુ જવાબદાર અધિકારી પોતાની ફરજો પણ ન નિભાવતા હોય ત્યારે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવું સ્થાનિક લોકોને માંગ ઉઠવા પામી છે. અને વધુમાં રસ્તો બનાવતા પહેલા ગટર કામ, માટી કામ ન કરવાને કારણે તેમના નાણાં પણ અટકાવવામાં આવે અને તે કામગીરી ફરીથી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.




