નર્મદા

ડેડીયાપાડામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકે જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદને પગલે તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ થયો છે.

દેડિયાપાડા તાલુકામાં તાજેતરમાં ૯ ઈંચ થી વધારે વરસાદ ખાબકતાં કુંભખાડી ગામ પાસે નદી પરનો પુલ ધોવાઈ જતાં લોકોને અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

દેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડેડીયાપાડા તાલુકામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકે જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદ ને પગલે તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ થયો છે. ગામ લોકોનું કહેવું છે કે લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ ઉપર થી નદીનું પાણી જાય છે અને પુલ તૂટી જાય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસામાં ત્રણ થી ચાર વાર માટીનું પુરાણ કરી દેવાય છે જેને કારણે દર વર્ષે સમસ્યા હતી ત્યાં ની ત્યાં જ રહે છે.

છેલ્લા ત્રણ દિવસથી પુલ તૂટી જતા હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે 7 કિમીનો ફેરો કરવો પડે છે. શાળા- કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોને માંગણી છે જે કે આ પુલ નવો ઊંચો બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પડી રહેલાં મુશળધાર વરસાદમાં દેડિયાપાડા- મોવી રોડ પરનું ડાયવર્ઝન ધોવાઇ જવાના કારણે દેડિયાપાડાથી રાજપીપળા તરફ જવા માટે વાયા નેત્રંગ સુધીનો વાહનચાલકોને ફેરાવો થાય છે. કુંભખાડી પાસે પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણ પણે બંધ થઇ ચુકયો છે.

Related Articles

Back to top button