બારડોલી

ધારાસભ્ય ઇશ્વર પરમારની અધ્યક્ષતામાં બારડોલી ખાતે ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ ઉત્સવ યોજાયો

સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે જન જાગૃતિ ફેલાવવા રાજ્યભરમાં ‘સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા’ના સૂત્ર સાથે સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. ત્યારે સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા ધારાસભ્ય ઇશ્વર પરમાર સહિતના મહાનુભાવોએ સાફ-સફાઇ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. તેમજ ધરસભાયના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના બારડોલી તાલુકા ખાતે “સાંસ્કૃતિક ઉત્સવ”નું આયોજન કરાયુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા વડાપ્રધાનના સ્વચ્છતા સંકલ્પ વિષે લોકોને માહિતગાર કરાયા હતા. તેમણે દૈનિક જીવનમાં સ્વચ્છતાનું આગવું મહત્વ સમજાવી લોકોને સ્વભાવના ભાગરૂપે સ્વચ્છતાની આદત કેળવવા અનુરોધ કર્યો હતો.

સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી અન્વયે ‘સ્વચ્છતા આધારિત ડાન્સ’ તથા ‘ગુજરાતી ગઝલ’ ગાવામાં આવી હતી. તેમજ ‘પોસ્ટર મેકિંગ’ તથા ‘વેસ્ટ ટુ બેસ્ટ’ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, નગરપ્રમુખ અનંત જૈન, ચીફ ઓફિસર મિલન પલસણા, ઉપ-પ્રમુખ વિજય પટેલ, કારોબારી સમિતિ ચેરમેન જગદીશ પાટીલ, વિવિધ સમિતિના ચેરમેનઓ, સભ્યઓ તથા નગરપાલિકાનાં કર્મચારીગણ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button