બારડોલી

બારડોલીના મઢી ગામે CNG કારમાં આગ લાગતાં નાસભાગ મચી

સુરત જિલ્લા બારડોલીના મઢી ગામે CNG કારમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા જેને લઇને સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી. બારડોલી તાલુકાના મઢી ગામ ખાતે નદીના પૂલ પર એક CNG કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક કારમાં ધુમાડા નીકળતા ચાલકે પૂલ પર જ કાર ઊભી રાખી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો. જોકે ગણતરીની સેકન્ડોમાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કારને લપેટમાં લઈ લીધી હતી. હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ કાબૂમાં આવે એટલે કારને મોટું નુકશાન થઈ ગયું હતું.

Related Articles

Back to top button