ડાંગ

ડાંગ આહવાના પોલિસ સ્ટેશનમાં 13 વર્ષીય તરુણીના લગ્ન બળજબરી કરવા બાબતે પોકસો એક્ટ હેઠળ ગુનો નૌધાયો

આહવા તાલુકાના એક ગામની 13 વર્ષીય તરુણીને દાવદહાડની એક મહિલાએ 2021માં આહવા તાલુકાનાં મોરઝીરાનાં યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. જે બાદ આ તરુણી માતા બની હતી ત્યારે ભોગ બનનારની મોટી બહેને મહારાષ્ટ્રમાં ઝીરો નંબરથી ગુનો નોંધાવ્યો હતો, જે હાલમાં ટ્રાન્સફર થઈને વઘઈ પોલીસ મથકે નોંધાયો છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના એક ગામની સગીરા (ઉ.વ.13)નાં લગ્ન 2021માં સોનાઈબેન (રહે. દાવદહાડ) અને રાધુબેન બરડે (રહે. મોરઝીરા)એ વિજય બરડે (ઉ.વ. 22, રહે.મોરઝીરા) સાથે કરાવ્યા હતા અને સગીરા ગત તા.15/08/2024ના રોજ માતા બની હતી.

જેથી સગીરાની મોટી બહેને મહારાષ્ટ્રના પુનાના યવત પોલીસ મથકે સોનાઈબેન, રાધુબેન અને વિજય વિરુદ્ધ ઝીરો નંબરથી ગુનો નોંધાવ્યો હતો. આ ગુનો ટ્રાન્સફર થઈને હાલ વઘઇ પોલીસ મથકે નોંધાવામાં આવ્યો છે. હાલમાં વઘઇ પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.રાજપૂતે સત્યતા તપાસી ત્રણેય વિરુદ્ધ પોક્સો હેઠળનો ગુનો દાખલ કર્યો છે. આ બનાવ તપાસ સર્કલ પીઆઇ વી.કે.ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. ડાંગ પોલીસ દ્વારા સગીરાના લગ્ન કરાવનાર સંબંધીઓના નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related Articles

Back to top button