તાપી
તાપીના નિઝર તાલુકામાં આવેલ જૂના સજજીપુર ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારે પાણીમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

તાપીના નિઝર તાલુકામાં આવેલ જૂના સજજીપુર ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારે પાણીમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. જે અંગે નિઝર પોલીસ જાણ થતાં લાશનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નંદાદેવી મંદિર પાસે તાપી નદી કિનારે તાપી નદીના પાણીમાંથી આશરે 45 થી 48 વર્ષીય એક અજાણ્યો પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે કુકરમુંડા તાલુકાના જુના બહુરૂપા ગામે રહેતા ભુર્યાભાઈ ધૂળિયાભાઈ પાડવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.




