માંડવી તાલુકાના ઉટેવા ચોકડી થી ટીટોઇ તરફ જતો રસ્તો બનાવ્યા ના થોડા દિવસમાં ભ્રષ્ટાચાર ના ખાડાઓ પડ્યા ની ટ્રાન્સપરન્સી ન્યુઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું.

માંડવી તાલુકાના ઉટેવા ચોકડી થી ટીટોઈ તરફ જતો 1.8 કિલોમીટરનો વાયડીંગ એન્ડ સ્ત્રેન્થ ઓફ ઉટેવા પાટીયા થી ટીટોઇ રોડ હમણાં જ વરસાદ પહેલા કે.બી. ડેકલીયા, જીલ્લે બનાસકાંઠાની એજન્સી દ્વારા રોડ બનાવવામાં આવેલ હતો.
સદર રસ્તો નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી માર્ગ મકાન (પંચાયત) દેખરેખ હેઠળ જેઓના S O દ્વારા ચાપતી નજર દાખવી સદર રસ્તા ના કામો પૂર્ણ કરાવવાના હોય પરંતુ આ વિકાસશીલ ગુજરાતમાં પ્રથમ વરસાદે જ જે રસ્તાઓ પરના ખાડાઓનું પારખું કરાવી દીધું છે. .ઉટેવા પાટીયા થી ટીટોઈ તરફ જતા રસ્તા પર જ્યાં ખાડો પડ્યો છે જે જગ્યાએ સાઈડમા મહુડાનું ઇમારતી ઝાડ હતું. તે ઝાડને બિન પરવાનગી કાપી તેનો નાશ કરવામાં આવેલ હતો. તે પરિસ્થિતિ ધરાવતા મહુડાની ઝાડની જગ્યાએ ખાડો થઈ જવા પામેલ છે. તેમજ થોડે દુર ગરનાળાની બંને સાઈડ પણ બેસી જવા પામેલ છે. જેના અહેવાલ ટ્રાન્સપરન્સી ન્યૂઝના માધ્યમથી પ્રસિદ્ધ કરાતા તંત્ર દોડતું થયું છે. આ રસ્તા ઉપર આ ખાડાઓને લઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ?. માર્ગ મકાન વિભાગ કે વાહન ચાલક ?. એવા પ્રશ્ન થતા તંત્ર દોડતું થયું છે અને આજરોજ વહેલી સવારથી જ જવાબદાર તંત્ર દ્વારા ખાડાઓ પુરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.
ત્યારે સ્થાનિક લોકો વધુમાં બૂમરાળ પાડી રહ્યા છે કે, પ્રથમ વરસાદે લાખો રૂપિયાની કિંમતના રસ્તા નું માલ ગુણવત્તા કોવોલીટી પરખાવી દીધી છે. ત્યારે આ રસ્તો વધુ સમય ટકશે કે કેમ ? . તે પણ ચિંતા નો વિષય બન્યો છે.




