વ્યારાના કટાસવણ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 ઉપર ઢાબા પર ત્રણને મારમરાયો, 5 વિરુદ્ધ પાોલીસમાં ફરિયાદ

વ્યારા તાલુકાના કટાસવણ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 ઉપર રામદેવ રાજસ્થાની ઢાબા છે.જ્યાં એક ગાડીમાં પાંચ ઇસમો આવ્યા હતા. તેમણે જમવાનો ઓર્ડર આપી જમવાનું તૈયાર થઈ ગયા બાદ જમવાની ના પાડી અને બિલ આપવાની પણ ના પાડતા ઢાબા પર કામ કરનાર અને ગ્રાહકો વચ્ચે બબાલ થઈ હતી.
કટાસવણ ગામમાં રામદેવ રાજસ્થાની ઢાબા નામની હોટલ આવી છે. જ્યાં 27મી તારીખે રાત્રે કિયા ગાડી નંબર GJ-26-AB-6566માં પાંચ વ્યક્તિ આવ્યા હતા. હોટલમાં આવીને એક વ્યક્તિએ જમવાનો ઓર્ડર આપ્યો હતો.જેને લઈને મેહુલ ગામીત દ્વારા જમવાનું બનાવી ટેબલ ઉપર મૂકી જમવા માટે ટેબલ પાસે બોલાવતા ઇસમો દ્વારા થોડી વાર પછી આવીએ એમ જણાવી દેતા હોટલ માલિક દ્વારા જમવાનું ઠંડુ થઈ જશે અને હમારે પણ હજી જમવાનું છે એમ કહેતા પાંચ ઈસમો અકળાય ગયા હતા અને જમવાની ના પાડી જવા લાગ્યા હતા.
દરમિયાન હોટલ માલિકે બિલ માગ્યું હતું.ઈસમોએ બિલ આપવાની ના પાડી દેતા હોટલ માલિક અને ઈસમો વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં ગેરકાયદે મંડળી રચી મેહુલ માનસિંગ ગામીત તેમના પિતા માનસિંગ શામજી ગામીત અને અન્ય એક ઈસમને રાજા ભાઈનેં ઢીક મુક્કી અને લાકડી વડે માર મારતા ઇજા પહોંચાડી હતી જે બનાવ કાકરાપાર પોલીસ મથકે મેહુલ ગામીતની ફરિયાદ લઈ પાંચ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધાવ્યો હતો.



