માંગરોળ
પીપોદરા ગામે વેસ્ટેજના ગોડાઉનમાં આગ
સુમિલોન ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

માંગરોળના પીપોદરા ગામે વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી. સ્થળ પર દોડી ગયેલ સુમિલોન ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ક્યાં કારણોસર આગ લાગીએ જાણવા મળ્યું ન હતું.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે 48ને અડીને આવેલ એક વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ સૂમિલોન ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને jcbની મદદથી ગોડાઉનના પતરા દૂર કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ લેવામાં સફળતા મળી હતી. ક્યાં કારણસર આગ લાગી એ હજુ જાણવા મળ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા ન હતા. જેને લઇને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.




