ઉમરપાડાના વહાર ગામે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ગ્રામીણ ખેલોને પ્રોત્સાહન આપવા ફૂટબોલ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા

ઉમરપાડા તાલુકાના વહાર ગામે યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આદિવાસી યુવાનોમાં રહેલી ખેલ પ્રતિભાને બહાર લાવવા માટે વહાર ગામનાં આગેવાનો વડીલો અને યુવા મિત્રો દ્વારા ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાના હસ્તે ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સમયે તેમણે વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ છે. આ રમત હાર જીતની ચિંતા કર્યા વિના ખૂબ ખેલદિલીથી રમજો અને આગળ વધો તેવી શુભકામનાઓ ખેલાડીઓને પાઠવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી સ્નેહલભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ રણજીતભાઇ વસાવા, હેમંતભાઈ વસાવા તથા ખુબ મોટી સંખ્યામાં આજુબાજુ ગામના યુવા મિત્રો આગેવાનો વડીલો હાજર રહ્યા હતા.




