તાપીના વાલોડ અને ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પુણૉ નદીના કિનારે આવેલ ગામમાંથી ખેડૂતના ખેતરમાં ખેતીકામ મુકેલાં સાધનોની ઉઠાંતરી થઈ રહી છે
છતાં પોલીસ એક્શનમાં કેમ નથી?

તાપી જિલ્લાના વાલોડ ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પુણૉ નદીના કિનારે આવેલ પેલાડ બુહારી, ગાંગપુર, ઘાણી ગામમાં ખેડૂતના ખેતરમાં ખેતીકામ મુકેલાં સાધનોની ઉઠાંતરી થઈ રહી છે . ખેડૂતના મોટરોના કેબલો ચોરાઈ રહ્યા છે પેલાડબુહારી ગામના બે ખેડુતના મોટરોના કેબલો ચોરાઈ જતાં જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે.
વાલોડ ડોલવણ તાલુકાના ગામો પેલાડબુહારી,ઘાણી, ગાંગપુર ,બાગલપુર સહિતના ગામોના ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરો દ્વારા ચોરીના બનાવો બની રહ્યા છે ખેડુતોની મોટર અને કેબલોની ચોરાઈ રહી છે. પેલાડબુહારી ગામના ખેડૂત ભરતભાઈ મોરાર ભાઈ પટેલ એડવોકેટ અને મોહનભાઈ ભુલાભાઈ પટેલ ની ખેતીની જમીન પુણૉ નદીના કિનારે આવેલી છે.
આ બંને ખેડૂતો પાણી માટે નદીમાંથી પાણીની લાઈન કરી છે. જેમની મોટર લગાવી હતી અને મોટરોના કેબલો ની ચોરી કરી ફરાર થઈ ગયા છે. દોઢસોથી વધુ મીટરના કેબલો ની ચોરી થઇ જતાં ભરત પટેલ એડવોકેટ અને મોહનભાઈ બી .પટેલે કેબલો ની ચોરી કરી જતાં જાણવા જોગ ફરીયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ ખેતરોમાંથી મોટર ચોરીના પણ અનેક બનાવ બન્યા છે. હવે ખેતીના સાધનોની પણ ચોરીના બનાવો પણ બની રહ્યાં છે.
વાલોડ, ડોલવણમાં ટોળકી સક્રિય થઈ આ પંથકમાં ઘણાં સમયથી ખેડૂતોના ખેતરમાં શાકભાજીપાકની ચોરી સાથે સાથે હવે ખેતરમાંથી મુકેલાં ખેતીકામના ઉપયોગી સાધનોની ચોરી કરીને ચોરોએ નિશાન બનાવી આ વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. ખેડૂતોના ખેતરમાં મોટરના વાયરો, ટ્રેક્ટરના સાધનો , સહિતના ઉપયોગી સાધનોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. આ પંથકમાં ચોરી કરીને ફરતી ટોળકીને પકડવા જરૂરી બન્યું છે.




