નર્મદા
ગરુડેશ્વરના નાના થવડિયા ગામની 8 વર્ષની બાળકી નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત

ગરુડેશ્વરના નાના થવડિયા ગામની 8 વર્ષની બાળકી નો મૃતદેહ ગત રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે નાના થવડીયા ગામ નજીક નર્મદા નદીના કિનારે મળી આવતા શોકની લાગણી ફેલાઈ હતી. પ્રપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના નાના થવડિયા ગામે રહેતા મહેશ રઘુ તડવી અને જશીલા તડવી ની 08 વર્ષની દીકરી અર્ચના માનસિક બીમાર હતી. જે ગામમાં આમ તેમ રમતી રહેતી હોય 27 જાન્યુઆરી ના રોજ ઘરે ના દેખાતા તેની શોધખોળ કરી પરંતુ મળી નહિ એટલે માતા પિતા કેવડિયા એકતા નગર સલામતી પોલીસ સ્ટેશન માં જાણ કરી ત્યારે પોલીસે અપહરણ થયાંની ફરિયાદ નોંધી તે દિશામાં તાપસ હાથ ધરી આ સાથે બીજી બાજુ નર્મદા કિનારા બાજુ રમવા ગઈ હોય અને પાણીમાં તણાઈ ગઈ હોય એ શંકાના આધારે પણ SDRF ની ટીમ ને બોલાવી નર્મદા નદીમાં તપાસ હાથ ધરતા ગત રોજ સાંજે આ બાળકીનો મૃતદેહ નદી કિનારે થી મળી આવ્યો હતો.




