સાગબરાના સેલંબામાં ઇદે-મિલાદની ભવ્ય ઉજવણી થઈ:
ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રેમ, માનવતા, શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ દુઆ કરાઇ

સાગબારાના સેલંબા ગામે મુસ્લિમ ધર્મના પ્રવિત્ર તહેવાર ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંને કોમના લોકો વચ્ચે કોઈ ઘર્ષણના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવવામાં આવ્યો હતો. ઇદ-એ-મિલાદના પાવન પર્વે મુસ્લિમ ધર્મના બિરાદરોએ ભવ્ય જુલૂસ યાત્રા કાઢી હતી.
ઈસ્લામ ધર્મના લોકો પૈગંબર હજરત મોહમ્મદના(સ.અ.સ.) જન્મ દિવસને ઈદ-એ-મિલાદ-ઉન- નબી કે ઈદ-એ-મિલાદના રૂપમાં ઉજવે છે. ઈસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-ઉવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે. ઈદ મિલાદ-ઉન-નબીનું મહત્વ ઈસ્લામિક ધર્મમાં ખૂબ વધારે છે. કારણ કે આ તહેવાર પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમને ઈસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે. સાથે જ આ તહેવાર ઈસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે. તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો, જરૂરીયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
સાગબારા તાલુકાના સેલંબા ગામે ઇદે મિલાદને લઈ દરગાહ ખાતેથી જુલૂસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સેલંબા દરગાહ ખાતેથી મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે નીકળેલ જુલૂસ નીકળ્યું હતું. જે દરગાહ આગળ આવેલ સેલંબાના વિવિધ વિસ્તારોમાં નીકળ્યું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દિવસે મુસ્લિમ ભાઈઓએ રક્તદાન જેવા કેમ્પ કરીને સમાજમાં ભાઈચારાની ભાવના બની રહે તેવો અનુરોધ કર્યો હતો.




