કાનૂની સેવા મંડળના સહયોગથી સોનગઢમાં લોકદાલત યોજાઈ

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સતા મંડળ,તાપી (વ્યારા) ના માર્ગદર્શન વડે સોનગઢ તાલુકા કાનૂની સેવા સમિતી દ્રારા રાષ્ટ્રીય લોક અદાલત નું સફળ આયોજન કરાયુ હતુ.
જિલ્લા પ્રિન્સીપાલ સીવીલ જજ અને ચેરમેન એ.એમ.પાટડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ લોક અદાલતમાં ફોજદારી અને સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ -138 ના કેસ,લગ્ન સબંધી ફેમીલી કેસો, દીવાની દાવા જેવા કે ભાડા ના કેસો,બેંક ના વિગેરે કેસો,વિજળી તથા પાણી ના કેસો તેમજ હજુ સુધી અદાલત માં દાખલ ના થયેલા તેવા બેંકો
ના પ્રિ.લિટીગેશન કેસો મળીને કુલ- 3296 જેટલાં કેસ સમાધાન માટે રાખવામાં આવેલ હતા અને આ બાબતે વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ સાથે તેમજ સંલગ્ન વકીલો સાથે વખતો વખત મીટીંગો નું આયોજન કરવામાં આવેલ હતું.અદાલત માં રજૂ થયેલાં પૈકી ના કુલ- 1550 જેટલાં કેસ નો સફળતા પુર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.
જેમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ – 138 ના 17 કેસ નો તેમજ સીવીલ ના 8 કેસ તથા અન્ય કેસો નો સુખદ નિકાલ થયો હતો. આ લોક અદાલત ને સફળ બનાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન બી પીઠવા ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા મંડળ અને અન્ય સરકારી કચેરી ના અધિકારીઓ નો સહયોગ મળ્યો હતો.




