કામરેજમાં ‘એક તો ચોરી ઉપરથી સીનાજોરી’ મુહાવરો સાચો ઠરતો બનાવ બન્યો
કામરેજ ગ્રામ પંચાયતના હોદ્દેદારો પર ભંગાર વેચવાની ફરિયાદ કરનારાના જ અનેક દબાણ

કામરેજ ગ્રામ પંચાયત હોદ્દેદારો પર ભંગાર વેચવાના આક્ષેપોને લઈ ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં આવી છે.કામરેજ ગામ દેવનગરી સોસાયટી ખાતે રહેતા પાંડુરંગ રાધાકૃષ્ણ ખાતેે નામના રહીશે કામરેજ ગ્રામ પંચાયત સરપંચ,ઉપ સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા ભંગાર વેચી દેવા બાબતેની લેખિત રજૂઆત સુરત ડીડીઓ સહિતના અધિકારીઓને કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયત હોદ્દેદારો વિરૂદ્ધ કરેલી રજૂઆતને લઈ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર એન.ઓઝાએ ગત રોજ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આક્ષેપોના જવાબ રજૂ કરી દેવામાં આવ્યા છે.સરકારી અને ગૌચરની જમીનમાં તેમણે દબાણ કર્યું છે.તેમના દ્વારા કરાયેલી ચાર જેટલી અરજીનો જવાબ આપી દેવામાં આવ્યો છે.અરજ દાર પાંડુરંગ રાધાકૃષ્ણ ખાતે જિલ્લા પંચાયતને ગેરમાર્ગે દોરે છે.અથવા ગ્રામ પંચાયતનેે ખોટી રીતે બાનમાં લઈને પોતાનો સ્વાર્થ પૂરો કરવા માંગે છે.આક્ષેપોમાં તેમનો પોતાનો સ્વાર્થ સમાયેલો છે.અમારી પંચાયત બોડી અસ્તિત્વમાં આવી ત્યારથી ચાર વખત કામરેજ ગ્રામ પંચાયતને તેમણે પોતે કબ્જે કરેલી જગ્યાની સરકારી રાહે આકારણી માટે વારંવાર દબાણ કર્યું છે.જેમાં 22/7/2022,24/5/2023, 9/11/2023 તેમજ 12/3/2024 ના રોજ પંચાયતને આપવામાં આવી હતી.બ્લોક નંબર 598 પૈકીની ગૌચરમા ગેર કાયદેસર આવેલી બે કેબિન વાળી દુકાન પોતે વેપાર કરતા નથી પણ ભાડે આપી તેનું ભાડું વસૂલે છે.રાજનગર ખાત બ્લોક નંબર 504 વાળી દુકાનનું દબાણ,કામરેજ ગામ ખાડી અને આરએન્ડબી વાળા રોડ નજીક 500 ચોરસ મીટર જેટલી જગ્યામાં વૃક્ષારોપાણ કરી ફેન્સીગ વાળી જગ્યાની આકારણી માટે દબાણ કરી રહ્યા છે.પોતાની સોસાયટીમાં રહેઠાણ આજુબાજુ પણ દબાણ કર્યું છે.દબાણ કરવાની પ્રક્રિયાને લઈ પંચાયતને વારંવાર ખોટી રીતે બદનામ કરી રહ્યા છે.કામરેજ ગ્રામ પંચાયતને બાનમાં લઈ આક્ષેપો કરતા જે અંગે આજ રોજ જિલ્લા પંચાયતને લેખિતમાં રજૂઆત કરી છે.




