માંડવી
માંડવીમાં જન્માષ્ટમી અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી

માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ બી પટેલના અધ્યક્ષસ્થાને તથા માંડવી ભાજપ સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુક્લ અને મુસ્લિમ અગ્રણી સમીર બાવા તથા હિન્દુ સંગઠનના યુવાનો ચિરાગ પૂજારી વગેરેની ઉપસ્થિતિમાં આજરોજ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ તથા શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક પર્વનો મહિમા જળવાઈ રહે તે માટે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પર્વની જરૂરી વિગતો પી. આઈ. એચ બી પટેલે મેળવી હતી અને સાથે સાથે જરૂરી સૂચનો કરાયા હતા.




