માંગરોળ

માંગરોળના વાંકલ ગામે તા. 23મીએ કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાશે

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહેશે

માંગરોળ તાલુકાના વાંકલ ગામે તારીખ 23મીના રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિની એક બેઠક માંગરોળ સરકારી વિશ્રામ ગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

વાંકલ સાઈ મંદિર પંચવટી હોલ ખાતે આગામી 23 તારીખે બપોરે બે કલાકે જનમંચ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમનો હેતુ તાલુકામાં પ્રજાજનોને કનડતા પ્રશ્નો જનસભાથી વિધાનસભા સુધી લઈ જવાનો છે. તાલુકાના કોંગ્રેસ આગેવાનોને તેમના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન પ્રજાજનો તરફથી કનડતા પ્રશ્નો મળેલા છે. જેમાં કીમ નદીના કાંઠા વિસ્તારમાં હાલમાં વરસાદી પુર આવતા અનેક ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પૂરના પાણીનો ભરાવા થવાના મુખ્ય કારણો એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ અને બુલેટ ટ્રેનનું નિર્માણને લઇ પાણીનો નિકાલ થતો નથી.

જીઆઇપીસીએલ કંપની દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે. રોજગારીના પ્રશ્નો, ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું સહાય વળતર સહિત અનેક પ્રકારના પ્રશ્નોને આ કાર્યક્રમમાં વાચા આપવામાં આવે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Back to top button