વાલોડ ગ્રામ પંચાયતમાં પોતાના વિસ્તારમાં જ થયેલ કામો બાબતે અજાણ હોય પંચાયત સભ્યએ નાણાપંચના કામોની માહિતી માંગી

વાલોડ તાલુકા પંચાયતના વોર્ડ નંબર 10 માં ચૂંટાયેલ સભ્ય અંકિત પટેલે તાલુકા વિકાસ અધિકારી પાસેથી વાલોડની 15માં નાણાપંચની માહિતી માંગતો પત્ર લખ્યો, જેમાં સને 2022-23 અને 2024-25 દરમિયાન તાલુકા કક્ષાએથી વહીવટી મંજૂરી આપી હોય તેની વિગતો મેળવી હતી.
વાલોડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10 ના સભ્ય અંકિતકુમાર આર પટેલે તા. 08/11/2024 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે મોજે વાલોડ ગ્રામ પંચાયતને સરકારની 15માં નાણાપંચ યોજના હેઠળ તને 2022-23 અને 2024-25 દરમિયાન તાલુકા કક્ષાએથી વહીવટી મંજૂરી આપેલ છે, તેની નકલ મેળવવા માટે પત્ર લખ્યો હતો. પરંતુ અઠવાડિયું વીતી જવા છતાં કોઈ માહિતી ન મળતા અંકિત પટેલે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે વાલોડ ગ્રામ પંચાયત હસ્તક જે કામો થાય છે તે કામોની માહિતી જે તે વિસ્તારના ગ્રામ પંચાયત સભ્યોને અજાણ હોય છે, તેમના મત વિસ્તારમાં સુંદરનગર ખાતે આવેલ એક શેડનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
તે શેડના બાંધકામ માટે પોતાના વિસ્તારમાં જ કામગીરી ચાલુ હોવા છતાં કઈ ગ્રાન્ટમાંથી કામગીરી ફાળવવામાં આવી છે તે બાબતે તેમણે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓએ પૂછપરછ કરી હતી પરંતુ હું તેમને એ કામગીરી કોણ કરાવી રહ્યું છે તેની જાણ ન હતી.આ અગાઉ પણ વાલોડ ગ્રામ પંચાયતના બે સિનિયર સભ્યોએ માહિતીઓ માંગી હતી. ત્યારબાદ મતભેદનું સમાધાન થતાં આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યુ હતું. અંકિત પટેલનો મતભેદ ક્યાં સુધી ચાલશે તે હાલ કળી શકાય તેમ નથી.
અરજ કરવા છતાં માહિતી ન મળે તે કેટલું યોગ્ય
ગ્રામ પંચાયત સભ્ય અંકિત પટેલે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં કામગીરી મંજૂર થઈ, કામગીરીનું જીઓ ટેકિંગ થઈ જાય, કામો ફાળવાય તેમ છતાં મારા દ્વારા તપાસ કરવા છતાં કામગીરી બાબતે રહસ્ય રાખ્યું અને અરજ કરવા છતાં માહિતી ન મળે તે કેટલું યોગ્ય કહી શકાય.



