માંગરોળના માંડણ ગામે આધેડ ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંડણ ગામે તળાવમાં નાહવા ગયેલો આધેડ પગ લપસતાં ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંડણ ગામનો મહેશભાઈ ચંદુભાઈ ચૌધરી ઉંમર વર્ષ 50 ગામમાં આવેલ તળાવમાં નહાવા માટે ગયો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અંગેની જાણ ગામના સરપંચ જીવણભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયત સભ્ય મુકેશભાઈ ગામીતને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.તેઓ દ્વારા માંડવી નગરપાલિકા ની રેસ્ક્યૂ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. માંડવી ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ તળાવના પાણીમાં ગરક થયેલ આધેડ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી છે.પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



