ડેડીયાપાડાના નિધટ ગામે દોઢ વર્ષીય બાળકે રમતા રમતા ઝેરી દવા પી લેતા મોત

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિધટ ગામમાં રહેતા એક પરિવાર સાથે બનેલી દુઃખદ ઘટનામાં પરિવારે એકનો એક કુળદીપક ગુમાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા ખાતે નિધટ નિશાળ ફળીયામાં રહેતા અને ચાઈનીઝની લારી ચલાવતા વિજય રમેશભાઈ વસાવાએ પોલીસને જાણ કર્યા મુજબ તેમનો દોઢ વર્ષનો દીકરો જયકુમાર વિજયભાઈ વસાવા, ડેડીયાપાડા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં રમતા રમતા કોઈ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર દેડીયાપાડા સરકારી દવાખાનામાં કરાવી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા રીફર કરતા ત્યાં ફરજ પરનાં ડોકટરે આ બાળકને મૃત જાહેર કરતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
આ દુઃખદ ઘટનામાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. જેમાં તેના પિતા વિજયભાઈનાં જણાવ્યા મુજબ તેમના સાસુને બળદે ભેટી મારતા તેઓની સારવાર માટે ડેડીયાપાડા સરકારી દવાખાને લાવ્યા હતા. ત્યારે આ બાળક હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં રમતો હતો. ત્યાં તેને તરસ લાગતાં કમ્પાઉન્ડમાં પડેલો એક પ્રવાહી ભરેલો ડબ્બો જોઈ ડબ્બામાં ભરેલ પ્રવાહીને પાણી સમજી પી જતા એ કોઈક ઝેરી દવા હશે. માટે આ દુઃખદ ઘટના બની હતી અને સારવાર દરમ્યાન મૃત જાહેર કરેલ છે. પોલીસ તપાસ હાથ ધરી છે.




