ભરૂચ
ઝઘડિયા તાલુકાના ઉંચેડીયા ગામમાં પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવતા પોલીસ ફરિયાદ
ખોટું જન્મ પ્રમાણ પત્ર બનાવતા ફરિયાદીએ પોલીસનો સહારો લીધો

પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવ્યુ અને ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોવાની ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ઉંચેડીયા ગામમાં પ્રથમ પતિથી થયેલ પુત્રના પિતા તરીકે બીજી વાર પતિનું નામ લખાવતા આરોપી મહિલા અને ચાર ઈસોમો સહિત તલાટી કમ મંત્રી પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ સત્ય ઘટના છે શું? શું સમાજમાં યોગ્ય સ્થાપાશે?




