માંડવી

માંડવી તાલુકાના આંબલીયા ડુંગર વિસ્તારના આજુબાજુના બાર ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા સને- 2024/25માં રૂપિયા 402.81 કરોડની જોગવાઈ કરાઈ

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના આમલીયા ડુંગર ની આજુબાજુના વિસ્તારમાં આવેલા 12 ગામો તુકેદ, પાતલ, મધરકુઈ, રાણીકુવા, પરવટ, ઝરપણઝાબ, ઉટેવા, ચુડેલ(ચંદનપુર), અંત્રોલી, બોરિગાળા,કોલસાણા, ફળી વિગેરે ગામનાં ખેડૂતોને ચિંચાઈનું પાણી પૂરું પાડવા બાબતે શ્રી કુંવરજીભાઇ હળપતિ, માન.રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ નાઓએ ગુજરાત સરકાર, નર્મદા જળ સંપતિ,પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ,સચિવાલય ગાંધીનગરને તા.18/6/2024 થી સિંચાઇ બાબતે રહી ગયેલ 12 ગામોને સિંચાઇ લાભ મળવા ભલામણ કરેલ હતી. કુંવરજીભાઇ હળપતિ જેઓ ખેતીની પ્રવૃતિ માંથી પસાર થયા હોય તેઓ જગતના તાત ગણાતા એવા ખેડૂતની મજબૂરીથી સભાન હોય ત્યારે ગુજરાત સરકારે માંડવી તાલુકાનાં ગોડધા ડેમની સિંચાઈ યોજના હેઠળ બાકાત રહેતાં 12 ગામોને સિંચાઇ સુવિદ્યા મળી રહેવા પામે તે માટે રજૂઆત કરી હતી. અગાઉનાં વર્ષોમાં સને-2021/22 માં રૂ.33 કરોડ મંજૂર કર્યા હતા. પરંતુ જે 12 ગામના ખેડૂતો ના કોણીએ ગોળ લગાવી સરકારે આજ સુધી તે બજેટ સામે સર્વે /મોજણી સિવાય કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.12 ગામના ખેડૂતો જે સિંચાઇ કામોના ભૂમિ પૂજન ની રાહ જોઈ બેઠાં હતા….

ખેતી પ્રવુતિ માંથી પસાર થયેલ કુંવરજીભાઇ હળપતિ સાહેબ, જેઓ ભાજપ માંથી વિજેતા થતાં, ગૂજરાત સરકારમાં રાજ્ય કક્ષા મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ નો હવાલો સંભાળતા જેઓએ 12 ગામના ખેડૂતો ના હિતમાં 12 ગામના ખેડૂતો ને સિંચાઇના પાણી મળવા ગુજરાત સરકાર, નર્મદા જળ સંપતિ પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ ને ધાર દાર રજૂઆત કરેલ હતી.

જુઓ,…જાણો…… જાગો….મારા વાહલા ખેડૂતો…..આ છે. ધારદાર્ રજૂઆત….જેઓની રજૂઆતને લઈ ગુજરાત સરકારે જળ સંપતિ વિભાગ હેઠળ સૂક્ષ્મ સિંચાઈ સાથે લિફ્ટ ઇરેગેસણની સ્કીમ માટે નવા બજેટ સદર હેઠળ વર્ષ.2024/25 મા રૂ.402.81 કરોડની જોગવાઈ કરેલ છે. આ યોજના હવે સૂક્ષ્મ સિંચાઇ થી પાણી આપવાનુ આયોજન કરાયું હોય. ત્યારે અગાઉ તૈયાર કરેલ નક્શા,/અંદાજોમાં જરૂરી સુધારા વધારા કરેલ છે. જે ચકાસણી હેઠળ છે .
આગામી ટૂંક સમયમાં જરૂરી મંજૂરીઓ મેળવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે 12 ગામના ખેડૂતો માં આનંદની લહેર હરખાય હોય, તેવું લાગે છે. આમ 12 ગામનાં ખેડુતો રાજ્ય કક્ષા ના મંત્રીશ્રી. કુંવરજીભાઇ હળપતિ (આદિજાતિ વિકાસ), ને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Related Articles

Back to top button